સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન બેંગકોકથી આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાંથી અંદાજે ₹1.90 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો, જેના કારણે શહેર ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના રડારમાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. તપાસ દરમિયાન એરક્રાફ્ટની સીટ નંબર 28A, 28B, 28E અને 28Fની પાછળ બ્રાઉન ટેપથી છુપાવવામાં આવેલા સાત વેક્યૂમ પેકેટોમાંથી કુલ 1972.20 ગ્રામ ગાંજો મળી આવ્યો, જે ખૂબ જ ચાતુરાઈપૂર્વક છુપાવવામાં આવ્યો હતો.
સુરત એરપોર્ટ બન્યું ડ્રગ્સ સ્મગલિંગનું ‘સોફ્ટ ટાર્ગેટ’? બેંગકોક ફ્લાઈટમાંથી ₹1.90 કરોડનો ગાંજો જપ્ત