Advertisement

સરકારી તંત્રમાં લાંચખોરી યથાવત: નાયબ ચીટનીશ ઝડપાતા હલચલ

સરકારી તંત્રમાં લાંચખોરી યથાવત: નાયબ ચીટનીશ ઝડપાતા હલચલ

સરકારી તંત્રમાં લાંચખોરી યથાવત: નાયબ ચીટનીશ ઝડપાતા હલચલ

નડિયાદ : ખેડા જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગના નાયબ ચીટનીશ મિતુલ પટેલ લાંચ લેતા ઝડપાયો છે. કોન્ટ્રાક્ટર પાસે બિલની ફાઈલ મંજૂર કરાવવા દોઢ ટકો લાંચ માંગી હતી. ત્યારે એસીબીની ટીમના છટકાંમાં આજે નાયબ ચીટનીશ રૂા. ૪,૦૫૦ની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.

ખેડા જિલ્લા સિંચાઈ વિભાગમાં વર્ષોથી નાયબ ચિટનીશ સહિત અનેક હોદ્દા ધરાવતા મિતુલ કાછીયા પર ઉપરી અધિકારીઓના ચાર હાથ હતા. પરીણામે નાયબ ચિટનીશ ઉપરાંત વિભાગીય હિસાબનીસ સહિતના ચાર્જ ધરાવતો હતો. મિતુલ કાછિયા- પટેલ કોન્ટ્રાક્ટરો પાસે ટકાવારી લેવા ઉપરાંત કામમાં ભ્રષ્ટાચાર આચરી અને કોન્ટ્રાક્ટરો સાથે નાણાંકીય સાંઠગાંઠ પણ કરતો હતો. જિલ્લાના એક કોન્ટ્રાક્ટરના રૂા. ૨.૭૦ લાખના એક વિકાસ કામની ફાઈલ મિતુલ કા.પટેલના ટેબલે પહોંચી હતી. જ્યાં તે ફાઈલ દબાવીને બેસી ગયો હતો. બાદમાં આ મામલે કોન્ટ્રાક્ટરે સંપર્ક કરતા મિતુલે દોઢ ટકો વ્યવહાર કરવા માટે જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટર આ વ્યવહાર ચુકવવા માંગતા ન હોવાથી, તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ત્યારે આજે બપોરે ૪ કલાકે એસીબીએ ટ્રેપ ગોઠવી અને મિતુલ કા.પટેલને ૪,૦૫૦ની લાંચ સ્વીકારતા ઝડપી પાડયો છે. મિતુલની અટકાયત કરી હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

Advertisement