Advertisement

સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલે ડભોઉ ગામે કર્યું મતદાન

સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલે ડભોઉ ગામે કર્યું મતદાન


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વિપુલભાઈ પટેલએ સોજીત્રા તાલુકાના ડભોઉ ગામે મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. તેમણે મતદાન મથકે પહોંચી સૌપ્રથમ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને પછી જનતાને પણ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.


ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે લોકશાહીનો મજબૂત આધાર મતદાન છે અને દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સશક્ત શાસન રચવામાં યોગદાન આપવું જોઈએ. વિસ્તારમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આગળ આવી રહ્યા છે.

Advertisement