Advertisement

શું આજનો દિવસ તમારા માટે લાવશે ખુશખબરી? વાંચો 12 ફેબ્રુઆરીનું રાશિફળ

શું આજનો દિવસ તમારા માટે લાવશે ખુશખબરી? વાંચો 12 ફેબ્રુઆરીનું રાશિફળ

મેષ : દિવસના પ્રારંભથી આપને કામમાં પ્રતિકૂળતા જણાય. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું. બપોર પછી આપને રાહત થતી જાય.


વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય આપને ઉચાટ-ઉદ્વેગ જણાય.


મિથુન : સીઝનલ ધંધામાં આપે ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. બપોર પછી દોડધામ-શ્રમમાં ઘટાડો થાય.


કર્ક : સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. બપોર પછી ઠીક.


સિંહ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય આપને શાંતિ-રાહત થતાં જાય. આપના કાર્યમાં વ્યસ્ત થતાં જાવ. ખર્ચ જણાય.


કન્યા : બપોર સુધી આપને કામકાજમાં સાનુકૂળતા જણાય પરંતુ ત્યારબાદ કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે.


તુલા : આપના કામમાં સરળતા જણાય. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સહકાર મળી રહે. બપોર પછી મિલન મુલાકાત થાય.


વૃશ્ચિક : રાજકીય-સરકારી કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ અનુભવો.


ધન : માનસિક-પરિતાપ- વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની અસમંજસતા - દ્વિધાના લીધે કામકાજમાં વિલંબ જણાય.


મકર : સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થાય. દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. બપોર પછી ખર્ચ-ખરીદી જણાય.


કુંભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-મિત્રવર્ગ - સગા-સંબંધી વર્ગના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે. બપોર પછી રાહત રહે.


મીન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગ - સહકાર્યકર વર્ગનો સાથ-સહકાર મળી રહે.






Advertisement