શનિ વક્રી થતાં આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, દિવાળી સુધી ચાંદી જ ચાંદી!

શનિ વક્રી થતાં આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, દિવાળી સુધી ચાંદી જ ચાંદી!

 ન્યાયના દેવતા શનિ 27 જુલાઈના રોજ મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે. એટલે કે, આ દિવસથી શનિની ઉલટી ચાલ શરૂ થશે અને શનિ 11 ડિસેમ્બર સુધી આ જ અવસ્થામાં રહેશે. કુલ મળીને શનિ 138 દિવસ સુધી વક્રી અવસ્થામાં જ રહેશે. આ દરમિયાન 8 નવેમ્બરના રોજ દિવાળી પણ હશે. આવી સ્થિતિમાં જ્યોતિષવિદોનું કહેવું છે કે, શનિની ઉલટી ચાલ ત્રણ રાશિઓને દિવાળી સુધી શુભ પરિણામ આપી શકે છે. આ રાશિઓને કરિયર, બિઝનેસ અને સ્વાસ્થ્ય મામલે કેટલાક સારા પરિણામો જોવા મળી શકે છે. ધનધાન્યમાં પણ વૃદ્ધિની શક્યતા છે. 


મેષ રાશિ 


શનિ દેવ મેષ રાશિના જાતકોના બારમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે. શનિની વક્રી ગતિ કરિયર સંબંધિત મુશ્કેલીઓને દૂર કરી શકે છે. નોકરી, વેપારમાં પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. ઉધાર અથવા દેવામાં ડૂબેલા પૈસા પાછા મળી શકે છે. વ્યાવસાયિક મોરચે તમને નવી જવાબદારીઓ મળી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ પર કાબુ મેળવશો. નોકરી કરતા જાતકોના પગારમાં વધારો થવાની શક્યતા છે. આ સાથે જ નવી યોજનાઓથી લાભ મળવાની શક્યતા બની રહી છે. જો કે, તમારે શોર્ટકટ રીતે પૈસા કમાવાથી બચવું પડશે. તેમાં કોઈપણ જોખમ લેવાનું ટાળવું.


કર્ક રાશિ


શનિ કર્ક રાશિના નવમા ભાવમાં વક્રી થશે, જેને ભાગ્યનો ભાવ પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બિઝનેસમેનને પ્રગતિની નવી તકો મળી શકે છે. નવો બિઝનેસ અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે સમય અનૂકૂળ રહેશે. જો તમારો કોઈ ફેમિલી બિઝનેસ છે તો તેને આગળ વધારવા માટે આ સૌથી સારો સમય છે. તમે સરળતાથી નોકરીમાંથી બિઝનેસમાં સ્વિચ કરી શકો છો. કોર્ટ કેસોનો નિર્ણય તમારા પક્ષમાં આવે તેવી શક્યતા છે. આર્થિક મામલે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવતો નજર આવશે. 


મકર રાશિ


શનિ મકર રાશિનાત્રીજા ભાવમાં વક્રી થશે. નોકરી કરતા જાતકો માટે આ સમય સારો છે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. નવી પ્રોપર્ટી, ઘર, મકાન, ફ્લેટ અને જમીન ખરીદવા માટે આ સમય અનુકૂળ છે. આ સમય દરમિયાન તમને કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે, જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ ખતમ થશે. ખાવા-પીવાની આદતોમાં સુધારો થશે.