સેલેરી મોડી મળે છે? તમારા કાયદાકીય અધિકારો જાણો!

સેલેરી મોડી મળે છે? તમારા કાયદાકીય અધિકારો જાણો!

મહિનો પૂરો થઈ ગયા પછી પણ ઘણા દિવસો સુધી તમારા ખાતામાં પગાર જમા નથી થતો?

અને HRને પૂછો તો જવાબ મળે છે—“થોડા દિવસમાં આવી જશે!”

તો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે.

કારણ કે કંપની સેલેરી ક્યારે આપશે એ માત્ર કંપનીની મરજી પર નિર્ભર નથી. પગાર ચૂકવવા માટે કાયદાકીય જોગવાઈઓ છે.

હવે વાત કરીએ તમારા અધિકારોની.

પેમેન્ટ ઓફ વેજિસ એક્ટ હેઠળ પગાર ચૂકવવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.

પરંતુ ધ્યાન રાખજો—હાલના કાયદાકીય માળખામાં Code on Wages, 2019 મહત્વપૂર્ણ છે, તેથી તમારી નોકરી અને સંસ્થાને લાગુ પડતી ચોક્કસ જોગવાઈ તપાસવી જરૂરી છે.

જો પગાર સમયસર ન મળે તો સૌથી પહેલા શું કરવું?

પહેલું સ્ટેપ—લખિત ફરિયાદ.

તમારા HR અથવા મેનેજરને ઈ-મેલ કરીને સ્પષ્ટ રીતે પૂછો કે સેલેરી શા માટે મોડી થઈ રહી છે અને પગાર કઈ તારીખે ચૂકવવામાં આવશે.

આ ઈ-મેલ ખૂબ મહત્વનો છે, કારણ કે આગળ ફરિયાદ કરવાની જરૂર પડે તો તે તમારા માટે ડોક્યુમેન્ટરી પુરાવા તરીકે ઉપયોગી થઈ શકે છે.

જો કંપની તરફથી યોગ્ય જવાબ ન મળે અથવા વારંવાર સેલેરીમાં વિલંબ થાય તો સંબંધિત લેબર વિભાગ અથવા અધિકારી સમક્ષ ફરિયાદ કરી શકાય છે.

અને જો સેલેરી રોકવાની સાથે તમને રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવે, હેરાન કરવામાં આવે અથવા અન્યાયી કાર્યવાહી કરવામાં આવે, તો મામલો વધુ ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં લેબર કાયદાના જાણકાર વકીરની સલાહ લેવી યોગ્ય રહેશે.

એક વાત ખાસ યાદ રાખજો—

સેલેરી તમારો હક છે, કંપનીની મહેરબાની નહીં.

જો તમારી સેલેરી પણ વારંવાર મોડી થાય છે, તો આ વીડિયો તમારા એવા મિત્ર સાથે જરૂર શેર કરજો જેને તેની જરૂર પડી શકે.