Advertisement

PM મોદીના “રાષ્ટ્ર પ્રથમ” સંદેશને પ્રાધાન્ય આપતા આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે અમેરિકાની યાત્રા રદ કરી

PM મોદીના “રાષ્ટ્ર પ્રથમ” સંદેશને પ્રાધાન્ય આપતા આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે અમેરિકાની યાત્રા રદ કરી

આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલ (બકાલાઈ) એ દેશહિતને સર્વોપરી માનતા અમેરિકાની નિર્ધારિત વિદેશ યાત્રા સ્વ-ઇચ્છાએ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી વિદેશ યાત્રા ટાળવા કરાયેલા આહ્વાનને માન આપીને તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.


મિતેષભાઈ પટેલ 19 મે 2026થી અમેરિકામાં યોજાનાર Federation of Gujarati Associations of USA (FOGAUSA) ના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાના હતા. જોકે, “રાષ્ટ્ર પ્રથમ” અને “ભારત પ્રથમ” ના સંદેશને પ્રાધાન્ય આપતા તેમણે પોતાની યાત્રા રદ કરી દેશપ્રેમ અને નેતૃત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.


આ અંગે મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, “મોદી સાહેબના આદેશને કાર્યકર્તા અને સાંસદ તરીકે માન આપીને મેં મારી અમેરિકાની યાત્રા સ્વ-ઇચ્છાએ રદ કરી છે.” તેમના આ નિર્ણયને રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં પ્રશંસા મળી રહી છે.

Advertisement