પિઝામાંથી માખી! રાજકોટના ડોમિનોઝ આઉટલેટનો ચોંકાવનારો મામલો

પિઝામાંથી માખી! રાજકોટના ડોમિનોઝ આઉટલેટનો ચોંકાવનારો મામલો

શું તમે પણ પિઝાના શોખીન છો? 

અને વિકેન્ડ આવે એટલે તમારું ફેવરિટ ડેસ્ટિનેશન ડોમિનોઝ હોય છે? તો આ સમાચાર તમારા માટે છે!

રાજકોટના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા ડોમિનોઝના આઉટલેટમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક ગ્રાહકે અહીંથી પિઝા મંગાવ્યો હતો… પરંતુ પિઝા હાથમાં આવતા જ તેની નજર પડી અને જે જોવા મળ્યું તે જોઈને ગ્રાહક પણ ચોંકી ગયો!

પિઝાની અંદરથી માખી મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ગ્રાહકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. વીડિયો સામે આવ્યા બાદ હવે આ મામલે ફૂડ સેફટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

સવાલ એ છે કે, જે ફૂડ બ્રાન્ડ પર લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે, ત્યાં જો આવી બેદરકારી સામે આવે તો ગ્રાહકોના સ્વાસ્થ્યની જવાબદારી કોણ લેશે?

પિઝામાં ચીઝ ઓછું હોય તો ચાલે…

પણ માખીનું ટોપિંગ તો કોઈને પણ નહીં ચાલે! 

હવે જોવાનું એ રહેશે કે આ મામલે ફૂડ સેફટી વિભાગ શું કાર્યવાહી કરે છે.