Advertisement

પેટલાદ તાલુકા પંચાયત ચૂંટણીમાં ત્રિપક્ષીય ટક્કર, 26 એપ્રિલે મતદાન

પેટલાદ તાલુકા પંચાયત ચૂંટણીમાં ત્રિપક્ષીય ટક્કર, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હવે જોરશોરથી જામ્યો છે અને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. રાજ્યભરમાં 26મી એપ્રિલે કુલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાવાનું છે, જ્યારે 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે અને પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણે પક્ષો સક્રિય બની પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહ્યા છે અને જીત માટે જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે. ખાસ કરીને પેટલાદ તાલુકા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપક્ષીય મુકાબલો જોરદાર બન્યો છે, જેના કારણે અહીં ચૂંટણી જંગ વધુ રસપ્રદ અને ટક્કરભર્યો બન્યો છે.

Advertisement