Advertisement

NEET પેપરલીક કેસમાં મોટી કાર્યવાહી: 3 રાજ્યોમાંથી અત્યાર સુધીમાં 7 શખ્સોની ધરપકડ

NEET પેપરલીક કેસમાં મોટી કાર્યવાહી: 3 રાજ્યોમાંથી અત્યાર સુધીમાં 7 શખ્સોની ધરપકડ

નવી દિલ્હી: દેશભરમાં ચર્ચા જગાવનાર NEET પેપરલીક કૌભાંડમાં તપાસ એજન્સીઓએ સપાટો બોલાવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં અત્યાર સુધીમાં અલગ-અલગ ત્રણ રાજ્યોમાંથી કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પેપરલીકના તાર છેક મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણા સુધી જોડાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.


 મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા આરોપીઓમાં મહારાષ્ટ્રમાંથી 3, રાજસ્થાનમાંથી 3 અને હરિયાણાના 1 યુવકનો સમાવેશ થાય છે. આ ટોળકી પરીક્ષામાં ગેરરીતિ કરવા અને પેપર સોલ્વ કરી આપવાના નેટવર્ક સાથે સંકળાયેલી હોવાની શંકા છે. પોલીસ અને તપાસ એજન્સીઓ હાલ આ આરોપીઓની પૂછપરછ કરી રહી છે જેથી આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી શકાય.


 NEET પરીક્ષામાં થયેલી આ કથિત ગેરરીતિને લીધે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પેપરલીકની ઘટના બાદ સરકારે તપાસ તેજ કરી છે અને વધુ કેટલાક લોકોની ધરપકડ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. આ કેસમાં અન્ય કયા મોટા માથા સામેલ છે તે જાણવા માટે વિવિધ રાજ્યોની પોલીસ સંકલનમાં રહીને કામ કરી રહી છે.

Advertisement