નડિયાદમાં સરકારી આવાસના મકાનમાંથી ગૌમાંસનો મોટો જથ્થો ઝડપાયો છે.

નડિયાદમાં સરકારી આવાસના મકાનમાંથી ગૌમાંસનો મોટો જથ્થો ઝડપાયો છે.

નડિયાદ ટાઉન પોલીસે રવિવારે સવારે મળેલી બાતમીના આધારે શહેરના રામ ફળિયામાં આવેલા સરકારી આવાસના એક મકાનમાં દરોડો પાડ્યો હતો.

પોલીસે મકાનની તલાશી લેતા અલગ-અલગ રૂમ અને બાથરૂમમાંથી 400 કિલોથી વધુ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો.

આ ઉપરાંત ગૌવંશના કાપેલા અંગો તેમજ કતલ માટે ઉપયોગમાં લેવાતા હથિયારો પણ મળી આવ્યા હોવાનું પોલીસનું કહેવું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ મકાન કુરેશી મહમદ મુનાફના નામે ફાળવવામાં આવ્યું હતું, જ્યારે તેમાં મહમદ ઈશાક ફકીર કતલખાનું ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

જોકે પોલીસના દરોડા સમયે કતલખાનું ચલાવતો શખ્સ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે લઈ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ, નડિયાદમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કતલખાનું ઝડપાતા સામાજિક સંગઠનોમાં પણ રોષ જોવા મળ્યો છે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.