નડિયાદમાં મિશન રોડ પરથી પોલીસે 20થી વધુ દબાણકારોને ખદેડી કાઢ્યા
નડિયાદ પશ્ચિમ પોલીસે નાતાલ અને 31 ડિસેમ્બરના તહેવારો પૂર્વે શહેરના મિશન રોડ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન, પોલીસે મિશન રોડ પરના દબાણો સામે કડક કાર્યવાહી કરી હતી. જેમાં માર્ગ પર નડતર રૂપ 20 થી વધુ દબાણો દુર કર્યા હતા.
નડિયાદ પશ્ચિમ પોલીસે નાતાલ અને 31 ડિસેમ્બરના તહેવારો પૂર્વે શહેરના મિશન રોડ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન, પોલીસે મિશન રોડ પરથી રસ્તા પર અડચણરૂપ પાર્ક કરાયેલા વાહનો, ખાણી-પીણીની લારીઓ સહિત 20થી વધુ દબાણો અને રસ્તાની બાજુમાં એકઠા થયેલા ટોળાઓને હટાવવામાં આવ્યા હતા. રસ્તાની વચ્ચે કે અસ્તવ્યસ્ત રીતે વાહનો પાર્ક કરનારા ચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો.