નડિયાદમાં DGP કપ: એથલેટિક્સ અને સાઇકલિંગ સ્પર્ધાનો પ્રારંભ: ગુજરાતના 144 પોલીસ રમતવીરો ભાગ લેશે
નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે DGP કપ 2025નો પ્રારંભ થયો છે. આ ત્રણ દિવસીય સ્પર્ધામાં એથલેટિક્સ અને સાઇકલિંગની 14 જેટલી રમતો યોજાશે. સમગ્ર ગુજરાતમાંથી 144થી વધુ પોલીસ રમતવીરો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. જિલ્લા કલેકટર અમીતપ્રકાશ યાદવે જણાવ્યા અનુસાર, આ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ રાજસ્થાન ખાતે યોજાનાર નેશનલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
DGP કપ અંતર્ગત યોજાતી આ સ્પર્ધાઓ પોલીસ દળના રમતવીરોને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા બતાવવાની તક પૂરી પાડે છે. આ આયોજન પોલીસ દળમાં રમતગમત અને શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાનો પણ એક પ્રયાસ છે.