Advertisement

નડિયાદમાં 24 હજાર સ્ટ્રીટ લાઇટ, હાઇમાસ્ટ અને સોલાર લાઇટ લગાવવાની કામગીરી શરૂ

નડિયાદમાં 24 હજાર સ્ટ્રીટ લાઇટ, હાઇમાસ્ટ અને સોલાર લાઇટ લગાવવાની કામગીરી શરૂ

નડિયાદમાં તત્કાલિન પાલિકા સમયે શહેરમાં 17 હજાર જેટલી સ્ટ્રીટ લાઇટ હતી. મનપા બનતાં તેમાં સમાવિષ્ટ કરાયેલાં 10 ગામોની લાઇટ મળી આ આંક 24 હજાર પહોંચ્યો હતો. ત્યારે હજીપણ કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ અને હાઇમાસ્ટની જરૂર હોવાથી મનપા દ્વારા હાલમાં રૂ. 4.50 કરોડના ખર્ચે શહેરમાં પ્રવેશવાના માર્ગો ઉપર સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી શરૂ કરી છે.

નડિયાદના મુખ્ય માર્ગ અને સોસાયટી વિસ્તારોમાં તો સ્ટ્રીટ લાઇટની પુરતી વ્યવસ્થા છે. પરંતુ શહેરમાં પ્રવેશ માર્ગ ઉપર લાઇટની સુવિધાની તાતિ જરૂર હોવાની માંગ લાંબા સમયથી ઉઠી રહી છે. ત્યારે મનપા દ્વારા હાલમાં રૂ. 4.50 કરોડના ખર્ચે શહેરમાં સ્ટ્રીટ લાઇટ, પોલ અને હાઇમાસ્ટ લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

મનપા વિસ્તારમાં સર્વે કરાયા બાદ હવે જ્યાં જરૂર જણાય ત્યાં સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી શરૂ કરી છે. જેમાં હાલમાં ખાસ કરીને શહેરમાં પ્રવેશવાના માર્ગ જેવા કે કમળા ગામે, કમળા ચોકડી, કમળા ડમ્પિંગ સાઇટ તરફ જવાના માર્ગે, ડભાણ ચોકડી, પીજ ચોકડી, પીપલગ ચોકડી ઉપર હાઇમાસ્ટ લગાવવા ઉપરાંત હેલીપેડથી નડિયાદ તરફ વતો રસ્તો, ગણપતિ મંદિરથી નડિયાદ, ઉત્તરસંડાથી નડિયાદ, ડભાણથી નડિયાદ, પીપલગથી નડિયાદ, કમળાથી મીલ રોડ, ગણપતિ ચોકડીથી એસટી વર્ક શોપ, નાયરાથી મરીડા રીંગ રોડ સુધી (સ્પોર્ટસ કોમ્પલેક્ષ) પીજ રોડ, શ્રેયસ સિનેમાથી નહેર સુધી, ચકલાસી ભાગોળથી એક્સપ્રેસ હાઇવે પર સ્ટ્રીટ લાઇટ લગાવાશે.

સોલાર લાઇટ લગાડી પાલિકા વિજળી પણ બચાવશે નડિયાદ મનપા જે લાઇટના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે તે તમામ લાઇટ સોલારવાળી છે, જેથી વિજળીની પણ બચત થાય અને વધુમાં વધુ માર્ગ પ્રકાશિત થાય. આ સિવાય ઇન્દિરા નગરી પાસે લગાવેલાં ઓલ્ડ સ્ટાઇલ પોલ પણ લોકોને ખૂબ આકર્ષિત કરી રહ્યા છે.

Advertisement