નડિયાદ તાલુકા પંચાયતની સામાન્ય બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિકાસ, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિવિધ મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. રૂ. 3795.05 લાખનું 2026-27 નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આવક-ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગામડાંના રસ્તાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, નાળા-ગટર સફાઈ તેમજ આરોગ્ય સેવાઓમાં સુધારાને મહત્વ આપવામાં આવ્યું છે. બજેટમાં પ્રાથમિક શાળાઓના ભૌતિક માળખાના સુધારા, આંગણવાડી કેન્દ્રોના વિકાસ તેમજ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે વિવિધ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ ગ્રામ પંચાયતોને વધુ સક્ષમ બનાવવા માટે જરૂરી સહાય અને માર્ગદર્શન આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
આરોગ્ય ક્ષેત્રે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સુવિધાઓમાં વધારો કરવા અને માતા-બાળ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાની પણ યોજના છે. ગામડાંના બાકી રહેલા વિકાસ કામોને ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી, જ્યારે કેટલાક સભ્યોએ રોજગારીલક્ષી યોજનાઓ પર વધુ ધ્યાન આપવાની રજૂઆત કરી હતી. આ બજેટથી નડિયાદ તાલુકાના ગામડાંઓમાં મૂળભૂત સુવિધાઓમાં સુધારો થશે અને ગ્રામ્ય વિકાસને નવી દિશા મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્ષ 2026-27 નું રૂ. 3795.05 લાખનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
નડિયાદ તાલુકાના પંચાયત દ્વારા તાજેતરમાં પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ.જેમાં શિક્ષણ પૂરક પ્રવૃતિઓ,પ્રાથમિક શાળામાં પીવાના પાણીની સુવિધા,તાલુકા કક્ષાએ વિજ્ઞાન મેળો,તાલુકા પંચાયત કક્ષાએ શાળા રમોત્સવમાં પ્રોત્સાહક ઇનામ અને ખેલ મહાકુંભ-ગુણોત્સવ અને તાલુકા કક્ષાએથી ફાળો મળી કુલ રૂ 5 લાખનો ખર્ચ કરશે.
આરોગ્ય ક્ષેત્રે રૂ 4 લાખનો ખર્ચ કરાશે
નડિયાદ તાલુકા પંચાયત દ્વારા જાહેર કરાયેલા બજેટમાં કોવિડ-19 મહામારીના કામે સહાયની પ્રવૃતિ અને મહિલા કલ્યાણ પ્રવૃતિ સહિતની પ્રવૃતિઓમાં રૂ 4 લાખનો ખર્ચ કરશે.છેવાડાના
માનવી સુધી આરોગ્ય સુવિધા પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે.
ગ્રામ સફાઈ શિબિર કાર્યક્રમમાં એક લાખ ખર્ચ કરશે નડિયાદ તાલુકા પંચાયત દ્વારા જાહેર કરાયેલ બજેટમાં ગ્રામ સફાઈ શિબિર કાર્યક્રમમાં રૂ 1 લાખની ફાળવણી કરવામાં આવી છે. જેથી કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સફાઇને વધુ વેગ મળી શકે.