Advertisement

નાનકડું ગામ, મોટું કામ: ખાખસરની દીકરીઓની કલમે સમગ્ર ગુજરાતમાં મેળવી અનોખી નામના

નાનકડું ગામ, મોટું કામ: ખાખસરની દીકરીઓની કલમે સમગ્ર ગુજરાતમાં મેળવી અનોખી નામના

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાની ખાખસર પ્રાથમિક શાળા (પી.એમ. શ્રી-ગુજરાત) ની વિદ્યાર્થીનીઓએ શિક્ષણ જગતમાં એક અનોખી સિદ્ધિ મેળવી છે. ગત 9 જાન્યુઆરી, 2026 ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધામાં શાળાની દીકરીઓએ પ્રથમ ત્રણેય ક્રમ પ્રાપ્ત કર્યા છે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી પ્રતિભાઓએ ભાગ લીધો હતો.


આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર વિજેતાઓમાં દિવ્યાબેન કેશવભાઈ પરમાર પ્રથમ ક્રમે, જાનવીબેન રમેશભાઈ ચૌહાણ દ્વિતીય ક્રમે અને રશ્મિબેન ભરતભાઈ ચૌહાણ તૃતીય ક્રમે વિજેતા જાહેર થયા છે.



ગુજરાતના શૈક્ષણિક ઇતિહાસમાં આ કદાચ પ્રથમ ઘટના છે, જ્યાં રાજ્ય કક્ષાની કોઈ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ટોચના ત્રણ વિજેતાઓ એક જ શાળાના હોય. આ સિદ્ધિ ગ્રામીણ વિસ્તારની દીકરીઓ માટે પ્રેરણાદાયક છે.



આ ભવ્ય સફળતા પાછળ શાળાના આચાર્ય રાકેશકુમાર સોલંકીનું કુશળ નેતૃત્વ અને માર્ગદર્શક શિક્ષિકા સોનલબેન ચૌહાણની મહેનત અને સમર્પણ રહેલું છે. વિજેતા દીકરીઓના તાર્કિક વિચારો અને લેખન શૈલીએ પરીક્ષકોને પણ પ્રભાવિત કર્યા હતા. શાળા પરિવાર અને એસ.એમ.સી. ખખસર દ્વારા વિજેતા દીકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવવામાં આવ્યા છે.



Advertisement