Advertisement

મહીસાગર નદી પટ્ટમાં ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી, ગંભીરા-બામણગામ પાસે ₹1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત

મહીસાગર નદી પટ્ટમાં ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી, ગંભીરા-બામણગામ પાસે ₹1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત


આણંદ, મંગળવાર: જિલ્લા કલેકટર શ્રી ના માર્ગદર્શન હેઠળ આજ રોજ મદદનીશ ભુસ્તર શાસ્ત્રી ની ટીમ દ્વારા મળેલ ફરિયાદ અન્વયે આકલાવ તાલુકાના ગંભીરા/બામણગામને લાગુ મહીસાગર નદી પટ્ટ વિસ્તારમાં 02 જગ્યાએ આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.


આ તપાસ દરમિયાન અલગ-અલગ 02 જગ્યાએ ચટ્ટાઓ/ રસ્તાઓ બનાવી ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજનું ખોદકામ/વહન કરવામાં આવતું હતું.

જેથી તાત્કાલિક અસરથી સ્થળ ઉપર જોવા મળેલ મશીનરી જેસીબી કપનીનું એક્સે વેટર મશીન, ટાટા કપની નું એક્સે વેટર મશીન તથા 04 યાંત્રિક નાવડી સહિતનો અંદાજિત રૂપિયા 1.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યુ છે.


Advertisement