Advertisement

મેલડી માતાજીના દર્શનથી જન આક્રોશ રેલીનો પ્રારંભ

મેલડી માતાજીના દર્શનથી જન આક્રોશ રેલીનો પ્રારંભ

કોંગ્રેસની જન આક્રોશ રેલી ખેડા શહેર પહોંચી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં આ રેલીએ ખેડામાં પ્રવેશ કર્યો હતો.

આ પ્રસંગે અમિત ચાવડાએ ખેડાના મેલડી માતાજીના મંદિરે દર્શન કરીને રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે તુષાર ચૌધરી, વિમલ શાહ, કાળુસિંહ ડાભી, નટવરસિંહ મહીડા, સંજય પટેલ, મહેન્દ્ર સિંહ રાણા, રમણ સિંહ, ખેડા શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્ર માડી અને ખેડા શહેર મહામંત્રી દિનેશ સુથાર સહિતના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા.

મેલડી માતાજીના મંદિરથી શરૂ થયેલી આ રેલી ભગત સિંહ સ્ટેચ્યુ પહોંચી હતી, જ્યાં અમિત ચાવડાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ રેલી ખેડા શહેરમાંથી પસાર થઈને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી વંદન કર્યા હતા.

આ કાર્યક્રમો બાદ જન આક્રોશ રેલી હાઈવે માર્ગે માતર તરફ રવાના થઈ હતી.

Advertisement