મેડલ જીતવા માટે ઉંમર નહીં… ટેલેન્ટ અને હિંમત જોઈએ!

મેડલ જીતવા માટે ઉંમર નહીં… ટેલેન્ટ અને હિંમત જોઈએ!

મેડલ જીતવા માટે ઉંમર નહીં… ટેલેન્ટ અને હિંમત જોઈએ!

એશિયન ગેમ્સ 2026માં હાલ બે એવા યુવા ખેલાડીઓ ચર્ચામાં છે, જેમની ઉંમર ભલે નાની છે, પરંતુ તેમના રેકોર્ડ મોટા-મોટા ખેલાડીઓને પણ ચોંકાવી રહ્યા છે.

ચીનની માત્ર 13 વર્ષની સ્વિમર યુ ઝિદીએ મહિલા 200 મીટર બટરફ્લાયમાં ગોલ્ડ મેડલ જીતીને ધમાલ મચાવી છે.

યુ ઝિદીએ આ રેસ માત્ર 2 મિનિટ 05.08 સેકન્ડમાં પૂર્ણ કરી અને ત્રણ વર્ષ જૂનો એશિયન ગેમ્સનો રેકોર્ડ પણ તોડી નાખ્યો.

અગાઉ ચીનની જ ઝાંગ જુફેઈએ 2:05.57 સેકન્ડનો રેકોર્ડ બનાવ્યો હતો. યુ ઝિદીએ આ રેકોર્ડને પાછળ છોડ્યો.

એટલું જ નહીં, યુ ઝિદી માટે આ પહેલી મોટી સિદ્ધિ નથી. માત્ર 12 વર્ષની ઉંમરે વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને તે સૌથી નાની વયની મેડલ વિજેતા બની ચૂકી છે.

હવે વાત ભારતના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની.

માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ પર એશિયન ગેમ્સમાં સૌની નજર રહેશે. તાજેતરમાં જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરીને સચિન તેંડુલકરનો રેકોર્ડ પાછળ છોડી ભારત માટે ડેબ્યૂ કરનાર સૌથી નાની વયના ખેલાડી તરીકે નામ બનાવ્યું છે.

T20 ક્રિકેટમાં પણ વૈભવના આંકડા તોફાની છે. 40 ઇનિંગ્સમાં 1,670 રન, 216નો સ્ટ્રાઇક રેટ અને 4 સદી તેના નામે નોંધાયેલી છે.

અને IPL 2026માં તો વૈભવે બેટથી એવો ધમાકો કર્યો કે 776 રન સાથે ઓરેન્જ કેપ પોતાના નામે કરી. આ દરમિયાન તેણે 72 છગ્ગા ફટકાર્યા.

એટલે એશિયન ગેમ્સમાં એક તરફ 13 વર્ષની યુ ઝિદી પાણીમાં રેકોર્ડ તોડી રહી છે, તો બીજી તરફ 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ક્રિકેટના મેદાન પર તોફાન મચાવવા તૈયાર છે.

ઉંમર નાની છે… પરંતુ આ બે યુવા ખેલાડીઓના સપના અને રેકોર્ડ બંને મોટા છે!