લગ્ન તૂટે કે નામ બદલાય... આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે હવે ‘કારણ’ કરતાં પણ વધુ જરૂરી છે ‘પુરાવો’! ⚡

લગ્ન તૂટે કે નામ બદલાય... આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે હવે ‘કારણ’ કરતાં પણ વધુ જરૂરી છે ‘પુરાવો’! ⚡

લગ્ન પછી આધાર કાર્ડમાં પતિનું નામ ઉમેરવું છે?

કે પછી ડિવોર્સ બાદ ફરી પોતાનું જૂનું નામ પાછું કરાવવું છે?

તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે... કારણ કે આધારમાં નામ બદલવું એટલે માત્ર એક ફોર્મ ભરવું નહીં, પરંતુ યોગ્ય દસ્તાવેજો આપવાની પ્રક્રિયા છે!

સૌથી પહેલા વાત કરીએ લગ્ન બાદ નામ બદલવાની...

જો તમે લગ્ન બાદ આધાર કાર્ડમાં પતિનું નામ ઉમેરવા કે નામમાં ફેરફાર કરવા માંગો છો, તો મેરેજ સર્ટિફિકેટ સૌથી મહત્વનો દસ્તાવેજ બની શકે છે.

મેરેજ સર્ટિફિકેટમાં તમારો ફોટો હોય તો નામ અપડેટ માટે તે ઉપયોગી પુરાવો બની શકે છે. પરંતુ જો મેરેજ સર્ટિફિકેટમાં ફોટો ન હોય, તો જૂના નામ અને ફોટો ધરાવતું અન્ય માન્ય ઓળખપત્ર પણ માંગવામાં આવી શકે છે.

હવે વાત કરીએ ડિવોર્સ બાદ નામ બદલવાની...

જો છૂટાછેડા બાદ પતિનું નામ હટાવીને ફરી પોતાનું પહેલાનું નામ અપડેટ કરાવવું હોય, તો કોર્ટ દ્વારા આપવામાં આવેલી ડિવોર્સ ડિક્રી—એટલે કે છૂટાછેડાનો સત્તાવાર હુકમ—મહત્વનો દસ્તાવેજ બની શકે છે.

અને જો લગ્ન કે ડિવોર્સ સાથે કોઈ સંબંધ વગર તમે સ્વેચ્છાએ તમારું નામ બદલવા માંગતા હોવ...

તો પછી ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડી શકે છે.

સામાન્ય રીતે નામ બદલવાની પ્રક્રિયામાં જરૂરી નિયમો મુજબ જાહેરાત અને ત્યારબાદ સરકારી ગેઝેટમાં નામની નોંધ અથવા પ્રકાશન કરવામાં આવે છે.

પરંતુ ખાસ યાદ રાખજો...

⚠️ ગેઝેટ નોટિફિકેશન નામ બદલવાના પુરાવા તરીકે ઉપયોગી છે, પરંતુ સરનામું કે જન્મતારીખ બદલવાના પુરાવા તરીકે તેનો ઉપયોગ થતો નથી.

તો ટૂંકમાં સમજી લો...

👉 લગ્ન બાદ નામમાં ફેરફાર — મેરેજ સર્ટિફિકેટ

👉 ડિવોર્સ બાદ જૂનું નામ પાછું લાવવા — ડિવોર્સ ડિક્રી

👉 લગ્ન કે ડિવોર્સ વગર નામ બદલવું હોય — ગેઝેટ નોટિફિકેશન

એટલે આધાર કાર્ડમાં નામ બદલતા પહેલાં કયું નામ બદલવું છે અને તેનું કારણ શું છે, તે મુજબ યોગ્ય દસ્તાવેજ તૈયાર રાખજો... નહીં તો આધાર અપડેટ માટે ધક્કા ખાવાની વારી આવી શકે છે!