લાલબાગચા રાજાના દરબારમાં અંબાણી પરિવાર… અને નીતા અંબાણીના ગુજરાતી શાહી અંદાજે ખેંચ્યું સૌનું ધ્યાન!

લાલબાગચા રાજાના દરબારમાં અંબાણી પરિવાર… અને નીતા અંબાણીના ગુજરાતી શાહી અંદાજે ખેંચ્યું સૌનું ધ્યાન!

લાલબાગચા રાજાના દરબારમાં અંબાણી પરિવાર… અને નીતા અંબાણીના ગુજરાતી શાહી અંદાજે ખેંચ્યું સૌનું ધ્યાન!


ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ બિઝનેસમેન મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી, દીકરા અનંત અંબાણી અને દોહિત્ર-દોહિત્રી આદિયા તથા ક્રિષ્ના સાથે લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા.


કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સમગ્ર અંબાણી પરિવારે બાપ્પાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા.


પરંતુ આ દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહ્યો નીતા અંબાણીનો રોયલ ગુજરાતી લુક!


નીતા અંબાણીએ લાલ અને ઘેરા કેસરી રંગનું ડબલ ઇક્કટ પટોળું પહેર્યું હતું. ગુજરાતી સીધા પલ્લુની સ્ટાઈલમાં પહેરાયેલા આ પટોળા સાથે તેમણે ઘેરા લાલ રંગનું બ્લાઉઝ અને ખાસ ગણપતિની આકૃતિ ધરાવતો ડાયમંડ નેકલેસ પહેર્યો હતો.


સાથે મેચિંગ ઈયરરિંગ્સ, લાલ કાચની બંગડીઓ, પન્નાની વીંટી અને ફૂલોથી સજાવેલો અંબોડો…

નીતા અંબાણીના આ લુકમાં ગુજરાતી સંસ્કૃતિની શાહી ઝલક જોવા મળી!


આ દરમિયાન નાની નીતા અંબાણીનું તેમના દોહિત્ર-દોહિત્રી સાથેનું ક્યૂટ બોન્ડિંગ પણ જોવા મળ્યું.


નીતા અંબાણીએ નાનકડી આદિયાને તેડીને બાપ્પાના દર્શન કરાવ્યા, જ્યારે ક્રિષ્નાને ખોળામાં લઈને મૂષક રાજ પાસે લઈ ગયા.


તો બીજી તરફ મામા અનંત અંબાણી અને ભાણેજ-ભાણીના ક્યૂટ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

ક્રિષ્નાને અનંતે પ્રેમથી તિલક કર્યું, પરંતુ આદિયાને તિલક કરાવવું મામા માટે થોડું મુશ્કેલ બન્યું… કારણ કે નાનકડી આદિયા તો મામા સાથે રમવાના મૂડમાં હતી!


આદિયા લહેરિયા પ્રિન્ટના પિંક આઉટફિટમાં, જ્યારે ક્રિષ્ના બ્લુ લહેરિયા કુર્તા-પાયજામામાં જોવા મળ્યો.


અને વાત અંબાણી પરિવારના ગણેશોત્સવની હોય તો એન્ટિલિયાનો ભવ્ય નજારો કેવી રીતે ભૂલી શકાય?


ગલગોટાના ફૂલો, ભવ્ય લાઇટિંગ અને શાનદાર સજાવટ વચ્ચે અંબાણી પરિવારે એન્ટિલિયામાં ગણપતિ બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કર્યું હતું.


ભક્તિ, પરંપરા અને શાહી અંદાજ… અંબાણી પરિવારનો આ ગણેશોત્સવ ફરી એકવાર ચર્ચામાં છે.