આણંદ મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત કરમસદ વિસ્તારમાં મતદારોનો મધ્યમ પ્રતિસાદ જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, કુલ 31.45 ટકા મતદાન નોંધાયું છે. સવારે શરૂઆતથી જ મતદાન મથકો પર મતદારોની અવરજવર ચાલુ રહી હતી, જોકે બપોર સુધીમાં મતદાનની ગતિ સામાન્ય રહી હોવાનું જોવા મળ્યું હતું. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ રહી છે અને પ્રશાસન દ્વારા તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે જાળવવામાં આવી છે. મતદાનના આ આંકડાઓ આગળ વધશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
કરમસદમાં મતદાનનો મધ્યમ પ્રતિસાદ: 31.45% નોંધાયું મતદાન