Advertisement

કરમસદ-આણંદ વોર્ડ નં. 10માં ભાજપનો ઘેરેઘરે પ્રચાર, મતદાતાઓનો મળી રહ્યો સારો પ્રતિસાદ

કરમસદ-આણંદ વોર્ડ નં. 10માં ભાજપનો ઘેરેઘરે પ્રચાર, મતદાતાઓનો મળી રહ્યો સારો પ્રતિસાદ

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નં. 10માં ભાજપના ઉમેદવારો દ્વારા ઘેરેઘરે જઈ પ્રચાર અભિયાનને તેજ બનાવવામાં આવ્યું છે. ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં વિસ્તારોમાં ફરીને મતદાતાઓ સાથે સીધી મુલાકાત કરી રહ્યા છે અને ભાજપની વિકાસમૂખી નીતિઓ તેમજ કરેલાં કામો વિશે માહિતગાર કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન સ્થાનિક નાગરિકોએ પણ સકારાત્મક પ્રતિસાદ આપતા ભાજપના ઉમેદવારો પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉમેદવારોએ વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓના વિકાસ, સ્વચ્છતા, પાણી અને રસ્તાની સમસ્યાઓના ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ડોર-ટુ-ડોર પ્રચારથી વોર્ડમાં ભાજપનું જનસમર્થન વધુ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે.

Advertisement