Advertisement

કરમસદ આણંદ મહાનગરપાલિકા હસ્તકના બાગ બગીચાઓ ખાતે નુકસાન પહોંચાડનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી

કરમસદ આણંદ મહાનગરપાલિકા હસ્તકના બાગ બગીચાઓ ખાતે નુકસાન પહોંચાડનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી

આણંદ :  કરમસદ આણંદ મહાનગરપાલિકા હસ્તક આવેલ બાગ બગીચા જેમાં બોરસદ ચોકડી સ્થિત બગીચો અને કરમસદ વિદ્યાનગર ખાતે આવેલ બગીચાઓ ઉપરાંત સરકારી માલમિલકત માં રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા નુકસાન કરવામાં આવી રહ્યું છે. જે ધ્યાને આવતા કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આવા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરીને તાત્કાલિક પોલીસ ફરિયાદ કરીને કાર્યવાહી કરવા માટે જરૂરી સુચના આપવામાં આવી છે. 


કરમસદ આણંદ મહાનગરપાલિકા હસ્તકની કોઈપણ પ્રોપર્ટીમાં અસામાજિક તત્વો દ્વારા દિવસ દરમિયાન કે રાત્રિના સમયે નુકસાન કરવામાં આવશે તો આવા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તેમની પાસેથી નુકસાનીની રકમ ભરપાઈ કરાવવામાં આવશે તેવી ચીમકી કરમસદ આણંદ મહાનગર પાલિકા દ્વારા ઉચ્ચારવામા આવી છે.

Advertisement