Advertisement

ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર! BCCIએ જાહેર કર્યું IPLના બીજા ફેઝની 50 મેચોનું લિસ્ટ

ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર! BCCIએ જાહેર કર્યું IPLના બીજા ફેઝની 50 મેચોનું લિસ્ટ

  1. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા IPL-2026ના બીજા તબક્કાના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજની બાકી રહેલી કુલ 50 મેચો આગામી 13 એપ્રિલથી 24 મે 2026 દરમિયાન દેશના 12 શહેરોમાં રમાશે. આ મેચો અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી, હૈદરાબાદ, લખનૌ, જયપુર, ધર્મશાલા, રાયપુર અને ન્યૂ ચંદીગઢ ખાતે યોજાશે.


13 એપ્રિલથી શરૂ થશે બીજા તબક્કાની મેચો


IPL-2026ના બીજા તબક્કાની શરૂઆત 13 એપ્રિલે હૈદરાબાદમાં થશે. આ દિવસે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો રમાશે. આ તબક્કા દરમિયાન કુલ આઠ ડબલ-હેડર મેચો યોજાશે. બપોરની મેચ ભારતીય સમય મુજબ 3:30 વાગ્યે અને સાંજની મેચ 7:30 વાગ્યે શરૂ થશે.


કેટલીક ટીમોની હોમ મેચોની વ્યવસ્થા

પંજાબ કિંગ્સ પોતાની હોમ મેચો ન્યૂ ચંદીગઢ અને ધર્મશાલામાં રમશે, જેમાંથી ત્રણ મેચો ધર્મશાલામાં યોજાશે. રાજસ્થાન રોયલ્સ જયપુરમાં ચાર હોમ મેચ રમશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પોતાની ત્રણ મેચ બેંગલુરુમાં અને બે મેચ રાયપુરમાં રમશે.


પ્લેઓફ સ્થળ અંગે હજુ નિર્ણય બાકી

IPL-2026ના પ્લેઓફ મુકાબલા કયા શહેરોમાં રમાશે તેની જાહેરાત હજુ કરવામાં આવી નથી. BCCI દ્વારા આગામી સમયમાં પ્લેઓફના સ્થળો અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.






Advertisement