Advertisement

ક્રિકેટ જગતમાં પૈસાનો વરસાદ: રાજસ્થાન રોયલ્સે તોડ્યા તમામ રેકોર્ડ, ₹15,000 કરોડમાં વેચાઈ ટીમ.

ક્રિકેટ જગતમાં પૈસાનો વરસાદ: રાજસ્થાન રોયલ્સે તોડ્યા તમામ રેકોર્ડ, ₹15,000 કરોડમાં વેચાઈ ટીમ.

મુંબઈ: IPLની 19મી સિઝન (IPL 2026) શરૂ થાય તે પહેલા ક્રિકેટ જગતમાંથી અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીમાં માલિકી હકને લઈને એક ઐતિહાસિક સોદો થયો છે. અમેરિકન બિઝનેસમેન કાલ સોમાણીએ રાજસ્થાન રોયલ્સનો સંપૂર્ણ હિસ્સો અંદાજે $1.63 બિલિયન એટલે કે ₹15,286 કરોડની માતબર રકમમાં ખરીદી લીધો છે. આ સાથે જ રાજસ્થાન રોયલ્સ હવે વિશ્વની સૌથી મોંઘી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી બની ગઈ છે. IPLના ઈતિહાસમાં આટલી મોટી રકમમાં કોઈ ટીમ વેચાઈ હોય તેવું પ્રથમવાર બન્યું છે.


કોણ છે કાલ સોમાણી અને કોનો છે ટેકો?

કાલ સોમાણી જાણીતા ટેક-એન્ટરપ્રિન્યોર છે, જેઓ ઈન્ટ્રાએજ (IntraEdge), એકેડેમિયન (Academian) અને ટ્રુયો.એઆઈ (Truyo.AI) જેવી કંપનીઓના ફાઉન્ડર છે. ખાસ વાત એ છે કે સોમાણીના આ બિઝનેસ ગ્રુપને વિશ્વની દિગ્ગજ કંપની 'વોલમાર્ટ' (Walmart) ફેમિલી સાથે સંકળાયેલા બિઝનેસમેન રોબ વોલ્ટોન અને NFL ટીમ ડેટ્રોઈટ લાયન્સના માલિક 'હૈમ્પ ફેમિલી'નો મજબૂત ટેકો પ્રાપ્ત છે. સોમાણી વર્ષ 2021થી રાજસ્થાન રોયલ્સમાં રોકાણકાર તરીકે જોડાયેલા હતા, પરંતુ હવે તેઓ સંપૂર્ણ માલિક બની ગયા છે. આ નવી માલિકીની અસર અને મેનેજમેન્ટમાં ફેરફાર IPL 2026ની સિઝન બાદ સ્પષ્ટપણે જોવા મળશે.


ટીમમાં ફેરફાર: સેમ કરન આઉટ, શનાકાની એન્ટ્રી

આ ઐતિહાસિક ડીલની સાથે સાથે મેદાન પરની વ્યૂહરચનામાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. IPL 2026 માટે ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને રાજસ્થાન રોયલ્સે શ્રીલંકાના અનુભવી ઓલરાઉન્ડર દાસુન શનાકાને ₹2 કરોડની કિંમતે રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યો છે. 2008માં પ્રથમ IPL ટાઈટલ જીતનારી રાજસ્થાન રોયલ્સ હવે નવા માલિકો અને નવી ઉર્જા સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે.

Advertisement