આણંદ, બુધવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૬ માં યોજાયેલ ધોરણ-૧૦ (SSC) ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં ખંભાત તાલુકાના બામણવા ગામની લક્ષ સ્કૂલ ઓફ સાયન્સની વિદ્યાર્થીની કુમારી મુક્તિ નરેશકુમાર પ્રજાપતિએ એસ.એસ.સી બોર્ડ- 2026 ની પરીક્ષામાં 591 માર્ક્સ મેળવીને 99.99 PR સાથે ખંભાત સેન્ટરમાં પ્રથમ ક્રમાંકે આવેલ છે.
લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ, ખંભાત અને લક્ષ ઇન્ટરનેશનલ સ્કૂલ ,આણંદ પરિવાર ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે અને મુક્તિ પ્રજાપતિને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. સંસ્થાના 45 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 69 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. સંસ્થાનું 99% પરિણામ આવેલ છે. લક્ષ પરિવાર સર્વે વિદ્યાર્થીઓને સંસ્થાનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.