ખંભાતમાંથી પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે!

ખંભાતમાંથી પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે!

ખંભાતમાંથી પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે!

ખંભાતના એક ગામમાં રહેતા 48 વર્ષીય પિતા પર પોતાની જ 17 વર્ષ 9 માસની સગીર દીકરી સાથે છેલ્લા પાંચ વર્ષથી દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે.

મળતી માહિતી મુજબ, આરોપી પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આરોપ છે કે, છેલ્લા પાંચ વર્ષથી તે પોતાની સગીર દીકરીને તેની મરજી વિરુદ્ધ હવસનો શિકાર બનાવતો હતો.

સગીરા પિતાના ડરથી આ વાત કોઈને કહી શકતી નહોતી.
આરોપી પિતા તેને ધમકી આપતો હતો કે જો આ અંગે કોઈને જાણ કરશે તો તેની માતાને જાનથી મારી નાખશે.

આ ભયના કારણે સગીરા વર્ષો સુધી ચૂપ રહી અને કથિત રીતે આ પીડા સહન કરતી રહી.

પરંતુ થોડા સમય પહેલાં સગીરા એક સામાજિક કાર્યકરના સંપર્કમાં આવી હતી. જ્યાં તેણે પોતાની આપવીતી જણાવી. સમગ્ર હકીકત સાંભળીને સામાજિક કાર્યકરે ખંભાત ગ્રામ્ય પોલીસનો સંપર્ક કર્યો.

પોલીસે સગીરાની ફરિયાદના આધારે આરોપી પિતા વિરુદ્ધ પોક્સો સહિત દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. સગીરાનું મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.

આટલું જ નહીં... આ કેસમાં વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સગીરાની બે જગ્યાએ સગાઈ થઈ હતી, પરંતુ બંને સગાઈ આરોપી પિતાએ જ તોડાવી નાખી હતી. એટલું જ નહીં, સગીરાને ઘરમાં જ રાખવામાં આવતી હતી અને તેની બહાર જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.

હાલ સમગ્ર મામલે ખંભાત ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.
આરોપો અંગેના અંતિમ તથ્યો પોલીસ તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ સ્પષ્ટ થશે.