ખંભાતમાં સગીરા સાથે પાંચ વર્ષ સુધી દુષ્કર્મ કરવાના ગંભીર આરોપમાં 48 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખંભાત ગ્રામ્ય પોલીસે આરોપીને સેશન્સ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ઇન-કેમેરા સુનાવણી હાથ ધરી હતી.
પોલીસે તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેમાં આરોપી સગીરાને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવતો હતો કે કેમ, મોબાઈલમાં આવા વીડિયો કોણ મોકલતું હતું અને સમગ્ર મામલામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે મુદ્દાઓનો સમાવેશ થાય છે.
સાથે જ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે સગીરાને ગર્ભનિરોધક ગોળીઓ આપવામાં આવતી હતી કે કેમ, તે ક્યાંથી મેળવવામાં આવતી હતી અને કોણ પહોંચાડતું હતું.
આ ઉપરાંત, સગીરાને કયા-કયા સ્થળે લઈ જવામાં આવતી હતી અને ત્યાં શું બન્યું હતું, તે અંગેની વિગતો મેળવવા માટે પણ આરોપીની કસ્ટડી જરૂરી હોવાનું પોલીસે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું.
જોકે, કોર્ટે પોલીસની 7 દિવસની માગણી સામે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
હવે રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવતી તપાસમાં આ ગંભીર ગુનાને લઈને વધુ કઈ વિગતો સામે આવે છે અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તેના પર નજર રહેશે.