જો તમે પણ ચાના રસિયા છો, તો આ સમાચાર તમારા માટે ખાસ છે!
કારણ કે હવે તમારા કપની ચા પણ મોંઘી પડી શકે છે!
ખાંડ અને કોલસાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
અને તેની સીધી અસર હવે ચાના ધંધા પર પડવાની શક્યતા છે.
ચા બનાવવા માટે જરૂરી ખાંડ, દૂધ અને ઈંધણના ખર્ચમાં વધારો થતાં ચાની લારીથી લઈને હોટેલ અને રેસ્ટોરન્ટ સુધીના વેપારીઓ પર ખર્ચનું ભારણ વધી રહ્યું છે.
વેપારીઓનું કહેવું છે કે જો આ રીતે ખર્ચ વધતો રહેશે, તો ચાના ભાવમાં પણ વધારો કરવાની ફરજ પડી શકે છે.
એટલે અત્યાર સુધી જે ચા 10 કે 15 રૂપિયામાં મળતી હતી, તેના માટે હવે વધુ રૂપિયા ચૂકવવા પડે તેવી શક્યતા છે.
સવારની શરૂઆત હોય કે મિત્રો સાથેની ગપસપ…
ચા વગર દિવસ અધૂરો લાગે છે!
પણ હવે આ ચાની ચુસ્કી માટે ખિસ્સું થોડું વધારે ઢીલું કરવું પડી શકે છે.
એટલે ચાના રસિયાઓ… તૈયાર રહેજો, કારણ કે મોંઘવારીની અસર હવે તમારા ચાના કપ સુધી પહોંચી શકે છે!