1. Instagramમાં મોટો બદલાવ
ઇન્સ્ટાગ્રામ 8 મે 2026થી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ ફીચર બંધ કરી રહ્યું છે, જેના કારણે યુઝર્સની પ્રાઈવેટ ચેટની સુરક્ષા પર સીધી અસર પડશે.
2. સુરક્ષામાં ઘટાડો થવાનો ભય
આ બદલાવ બાદ ચેટ હવે સંપૂર્ણપણે એન્ક્રિપ્ટેડ નહીં રહે, એટલે જરૂર પડે તો કંપની મેસેજ ઍક્સેસ કરી શકશે, જે પ્રાઇવસી માટે જોખમ બની શકે છે.
3. કેમ લેવામાં આવ્યો નિર્ણય?
મેટા મુજબ આ ફીચરનો ઉપયોગ બહુ ઓછા લોકો કરતા હોવાથી તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
4. એન્ક્રિપ્શન શું છે?
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન એવી ટેકનોલોજી છે જેમાં મેસેજ ફક્ત મોકલનાર અને મેળવનાર જ જોઈ શકે છે, જેથી વાતચીત સંપૂર્ણ સુરક્ષિત રહે છે.
5. યુઝર્સ માટે મહત્વપૂર્ણ સૂચના
કંપનીએ યુઝર્સને સલાહ આપી છે કે તેઓ પોતાની મહત્વની ચેટ અને મીડિયા સમયસર ડાઉનલોડ કરી લે.
6. પ્રાઇવસી પર નવી ચર્ચા
આ નિર્ણય પછી પ્રાઇવસી અને સુરક્ષા અંગે ફરી ચર્ચા તેજ બની છે, અને યુઝર્સને વધુ સુરક્ષિત પ્લેટફોર્મ જેમ કે WhatsApp તરફ વળવાની સંભાવના વધી છે.