Instagram રીલની જાહેરાત પડી ભારે! UKમાં શિક્ષિકાની નોકરીના નામે મહિલાને ₹12.52 લાખનો ચૂનો

Instagram રીલની જાહેરાત પડી ભારે! UKમાં શિક્ષિકાની નોકરીના નામે મહિલાને ₹12.52 લાખનો ચૂનો

Instagram પર જોબની જાહેરાત જોઈ UKમાં શિક્ષિકા બનવાનું સપનું એક મહિલાને ભારે પડ્યું છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામની એક શિક્ષિકા ઓનલાઈન ઠગાઈનો ભોગ બની ₹12.52 લાખ ગુમાવી બેઠી છે.

મળતી માહિતી મુજબ, શિક્ષિકાએ Instagram પર વિદેશમાં નોકરી અપાવતી એક જાહેરાત જોઈ હતી. ત્યારબાદ આરોપીઓએ UKમાં શિક્ષકની નોકરી અપાવવાના નામે વિવિધ દસ્તાવેજો મંગાવ્યા અને ઇન્ટરવ્યૂ તેમજ ઓફર લેટર પણ મોકલ્યું. ઓફર લેટરમાં વાર્ષિક અંદાજે ₹51.60 લાખના પગારનો દાવો કરવામાં આવ્યો હતો.

વિઝા, પ્રોસેસિંગ અને અન્ય ચાર્જના બહાને આરોપીઓએ તબક્કાવાર કુલ ₹12.52 લાખ વસૂલ્યા. ત્યારબાદ વધુ 4 હજાર પાઉન્ડની માંગણી કરવામાં આવતા મહિલાને શંકા ગઈ અને તપાસ કરતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ.

બાદમાં શિક્ષિકાએ સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને લોકોને સોશિયલ મીડિયા પર આવતી નોકરીની જાહેરાતો અંગે સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ કોઈપણ પ્રકારની ચુકવણી કરવાની અપીલ કરી છે.