ઇલેક્ટ્રિક વ્હીકલના ટેક્સમાં ઘટાડો થતાં ખરીદીમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે હવે ઇલેક્ટ્રિક વાહનોનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
ઇલેક્ટ્રિક વ્હીકલ પરનો જે ટેક્સ હતો તે 6% હતો, ત્યારબાદ ઘટાડીને હવે 1% કરવામાં આવ્યો છે. તો ઇમ્પોર્ટેડ ઇલેક્ટ્રિક વ્હીકલ પરનો જે 12% ટેક્સ હતો, તેને ઘટાડીને હવે માત્ર 2% કરવામાં આવ્યો છે.
ટેક્સ ઘટાડાથી ગ્રાહકોને સીધો જ આર્થિક લાભ મળશે.
2024-25માં અમદાવાદમાં 11,000 ઇલેક્ટ્રિક વ્હીકલની નોંધણી થઈ હતી. તો 2025-26માં EVની ખરીદી વધીને 14,589 સુધી પહોંચી છે.
તો 1 એપ્રિલથી અત્યાર સુધીમાં 7,516 EVની નોંધણી થઈ છે.
ઇલેક્ટ્રિક વ્હીકલના વધતા ઉપયોગથી પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટશે અને સાથે જ પ્રદૂષણમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.