હવે આણંદ જિલ્લામાં મોબાઇલ ખરીદવો કે વેચવો એટલું સરળ નહીં રહે!
કારણ કે મોબાઇલ અને SIM કાર્ડના વેપારીઓ માટે હવે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ **રાહુલ ગમારાએ જાહેરનામું બહાર પાડીને નવા-જૂના મોબાઇલ, હેન્ડસેટની લે-વેચ અને SIM કાર્ડ વેચતા વેપારીઓને ફરજિયાત રજિસ્ટર નિભાવવાનો આદેશ કર્યો છે.
હવે વેપારીએ માત્ર મોબાઇલ વેચીને કામ નહીં ચાલે...
કોણે ખરીદ્યો? કોને વેચ્યો? કોની પાસેથી જૂનો મોબાઇલ આવ્યો?
આ તમામ વિગતો રજિસ્ટરમાં નોંધવી પડશે.
નવા મોબાઇલના વેચાણ, જૂના મોબાઇલની ખરીદી, જૂના મોબાઇલના વેચાણ અને SIM કાર્ડના વેચાણ માટે અલગ-અલગ અને અદ્યતન રેકોર્ડ રાખવો ફરજિયાત રહેશે.
⚠️ અને સૌથી મહત્વની વાત...
ઓળખકાર્ડ અથવા યોગ્ય ઓળખ વગર કોઈ વ્યક્તિ મોબાઇલ કે SIM કાર્ડ ખરીદે, વેચે કે અન્યને આપે તો તેની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.
સત્તાધિકારી જ્યારે પણ ચકાસણી માટે માગે ત્યારે વેપારીઓએ આ રજિસ્ટર રજૂ કરવાનું રહેશે.
SIM કાર્ડના મામલે તો નિયમો વધુ કડક છે.
ડિસ્ટ્રિબ્યુટરે સ્ટોક, વેચાણ અને ઓળખના રેકોર્ડ એક વર્ષ સુધી, જ્યારે રિટેલરે જરૂરી રેકોર્ડ એક મહિના સુધી સાચવી રાખવાના રહેશે.
આ જાહેરનામું 4 માર્ચ 2027 સુધી અમલમાં રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
એટલે હવે આણંદ જિલ્લામાં મોબાઇલનો દરેક સોદો માત્ર ખરીદી-વેચાણ નહીં... પરંતુ ઓળખ સાથેનો રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન બનશે!