Advertisement

હર્ષ સંઘવીએ આણંદ પોલીસને પાઠવ્યા અભિનંદન: POCSOના 7માંથી 7 કેસમાં 100% સજા

હર્ષ સંઘવીએ આણંદ પોલીસને પાઠવ્યા અભિનંદન: POCSOના 7માંથી 7 કેસમાં 100% સજા

આણંદ જિલ્લામાં POCSO જેવા સંવેદનશીલ અને ગંભીર ગુનાઓમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી અને તેમની ટીમે નોંધાયેલા 7માંથી 7 કેસોમાં આરોપીઓને 100 ટકા સજા અપાવવામાં સફળતા મેળવી છે.


આ કેસોની તપાસ દરમિયાન પોલીસે ઝડપી અને સુચારુ કાર્યવાહી હાથ ધરી હતી. દરેક કેસમાં માત્ર 45 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેના કારણે 8થી 9 મહિનાના ટૂંકા ગાળામાં જ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો.

આ કેસોમાંથી 6 કેસમાં આરોપીઓને આજીવન કેદની કડક સજા ફટકારવામાં આવી છે. આ સિદ્ધિ પોલીસ ટીમની નિષ્ઠા, સંવેદનશીલતા અને પીડિત દીકરીઓને ન્યાય અપાવવાના સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.


રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આવી કામગીરી માત્ર પોલીસ દળ માટે પ્રેરણારૂપ નથી, પરંતુ રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

Advertisement