ગુજરાતમાં પરમીટવાળા દારૂ માટે નિયમ બદલાયો

ગુજરાતમાં પરમીટવાળા દારૂ માટે નિયમ બદલાયો

ગુજરાતમાં પરમીટવાળા દારૂ માટે નિયમ બદલાયો

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે કાયદેસર પરમીટ ધરાવતા નાગરિકો માટે નિયમો હવે વધુ સરળ અને હાઈટેક બની ગયા છે.

1 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં અંગૂઠો કે આંગળી મૂકીને દારૂ ખરીદવાની જૂની પદ્ધતિ બંધ કરી દેવામાં આવી છે. તેના બદલે હવે કેમેરા સામે ચહેરો બતાવીને જ દારૂ ખરીદી શકાશે.

નવી સિસ્ટમથી ખોટા કે ડમી ગ્રાહકો દ્વારા થતા દારૂના દુરુપયોગને અટકાવી શકાશે. ખાસ કરીને મોટી ઉંમરના લોકોને પણ આ સિસ્ટમથી મોટી રાહત મળશે. કારણ કે ઘણી વખત હાથની છાપ ન મળવાને કારણે તેમને લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું.

જોકે, નવી ટેક્નોલોજી સેટ કરવા માટે 31 ઓગસ્ટના રોજ રાજ્યભરની વાઈન શોપ્સ અચાનક બંધ રાખવામાં આવી હતી. જેના કારણે કેટલાક પરમીટધારક ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો.

મહિનાના અંતિમ દિવસે દુકાનો બંધ રહેતાં ઘણા ગ્રાહકોનો ઓગસ્ટ મહિનાનો દારૂનો ક્વોટા લેપ્સ થઈ ગયો હતો.

જોકે, શરૂઆતની નારાજગી વચ્ચે તંત્રનું માનવું છે કે આવનારા દિવસોમાં નવી ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીથી પરમીટ પર દારૂ ખરીદવાની સમગ્ર પ્રક્રિયા વધુ ઝડપી, ચોક્કસ અને પારદર્શક બનશે.