ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની જવાબદારી પોલીસ તંત્રની છે, ત્યારે અમદાવાદના ચાંદખેડામાં બનેલી એક ઘટનાએ પોલીસની કામગીરી સામે જ સવાલો ઉભા કર્યા છે.
ચાંદખેડામાં એક પોલીસ કોન્સ્ટેબલે કથિત રીતે દારૂના નશામાં ટૂ-વ્હીલરને ટક્કર મારી હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, મોપેડ પર કાકા સાથે જઈ રહેલી ભત્રીજીને કોન્સ્ટેબલના વાહને ટક્કર મારી હતી.
આ ઘટનાને લઈને કોન્સ્ટેબલના વર્તન સામે પણ સવાલો ઉઠ્યા છે. દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાની જવાબદારી જે પોલીસ તંત્રની છે, તે જ તંત્રના કર્મચારી સામે નશાની હાલતમાં વાહન ચલાવવાનો આક્ષેપ ગંભીર બાબત બની છે.
ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કેટલો અસરકારક છે, તે અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.
હવે સવાલ એ છે કે,
દારૂબંધીનું પાલન કરાવનારા જ જો કાયદાના ભંગના આક્ષેપમાં આવે, તો કાયદાનું પાલન કરાવવાની જવાબદારી કોની?