ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાને લઈને વિવાદ વધુ વકર્યો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાને લઈને વિવાદ વધુ વકર્યો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાને લઈને વિવાદ વધુ વકર્યો છે.

કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિના આક્ષેપો વચ્ચે હવે તેમણે PMJVK પ્રોજેક્ટના Principal Investigator એટલે કે PI પદેથી રાજીનામું આપી દીધું છે.


PMJVK પ્રોજેક્ટ માટે ગુજરાત યુનિવર્સિટીને 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હતી, જેમાં પ્રથમ હપ્તા તરીકે 16 કરોડથી વધુ રૂપિયા મળ્યા હતા.

આ રકમ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના નામે રહેલા ખાતામાં જમા થઈ હોવાની માહિતી સામે આવી છે.


વિવાદ વચ્ચે નીરજા ગુપ્તાએ 14 કરોડથી વધુ રૂપિયા ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે ગુજરાત યુનિવર્સિટીને પરત કર્યા છે.

જ્યારે આશરે 2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું છે.


હવે યુનિવર્સિટીએ આ ખર્ચનો ઓડિટ સ્ટેટમેન્ટ અને સંપૂર્ણ હિસાબ રજૂ કરવા સૂચના આપી છે.


પરંતુ મામલો અહીં અટકતો નથી.


નીરજા ગુપ્તા હજુ પણ બે અન્ય પ્રોજેક્ટમાં PI તરીકે ચાલુ હોવાનું યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ જણાવ્યું છે.

આમાં IDSRની Brain Mapping Lab અને ‘બહુરત્ન વસુંધરા’ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. બંનેમાં રજિસ્ટ્રાર પિયુષ પટેલ Co-PI છે.


યુનિવર્સિટી મુજબ, Brain Mapping Lab પ્રોજેક્ટમાંથી નીરજા ગુપ્તાને 24.98 લાખ રૂપિયા, જ્યારે પિયુષ પટેલને 3.20 લાખ રૂપિયા મળ્યા હતા.


સાથે જ, આ પ્રોજેક્ટ્સમાં પણ પોતાની નિમણૂક અંગે સવાલો ઉઠ્યા છે.


ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીના જણાવ્યા મુજબ, કુલ ત્રણ પ્રોજેક્ટમાં નીરજા ગુપ્તા PI હતા, પરંતુ હાલ સુધી માત્ર PMJVK પ્રોજેક્ટના PI પદેથી રાજીનામું મળ્યું છે.


એટલે હવે સવાલ એ છે કે—

16 કરોડથી વધુની રકમ વ્યક્તિગત ખાતામાં કેમ જમા થઈ?

2 કરોડ રૂપિયાનો ખર્ચ ક્યાં અને કેવી રીતે થયો?

અને બાકીના પ્રોજેક્ટમાં PI તરીકે તેમની ભૂમિકા અંગે યુનિવર્સિટી હવે શું નિર્ણય લેશે?


આ સમગ્ર મામલે હવે હિસાબ, ઓડિટ અને જવાબદારીના સવાલો વધુ ઘેરા બન્યા છે.