એશિયન ગેમ્સ પહેલાં જ ટીમ ઈન્ડિયાની કિટને લઈને મોટી મુશ્કેલી સામે આવી છે!
જાપાન જવા માટે રવાના થવાના કલાકો પહેલાં જ ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પોતાની ફિટિંગની જર્સી માટે પરેશાન જોવા મળ્યા.
ટીમને રવિવારે વહેલી સવારે નવી દિલ્હીથી જાપાન રવાના થવાનું છે, પરંતુ હજુ પણ ઘણા ખેલાડીઓને તેમની સાઇઝ પ્રમાણેની કિટ મળી નથી.
મામલો એટલો જ નથી…
ખેલાડીઓને બે અલગ જર્સીની જરૂર છે.
એક જાપાન સામેની ફ્રેન્ડલી ટી-20 મેચ માટે અને બીજી એશિયન ગેમ્સ માટે. આ જ કારણે કિટની વ્યવસ્થામાં મુશ્કેલી ઊભી થઈ હોવાનું સામે આવ્યું છે.
આ મામલે IOAના એક અધિકારીએ PTIને જણાવ્યું કે, મોટાભાગની મુશ્કેલીઓ દૂર કરી દેવામાં આવી છે અને બાકી રહેલી કિટ પણ ટૂંક સમયમાં ટીમ સુધી પહોંચાડી દેવામાં આવશે.
હવે વાત કરીએ ભારત-જાપાનની ખાસ મેચની…
બંને દેશોના સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે 22 સપ્ટેમ્બરે જાપાનના સાનો શહેરમાં ભારત અને જાપાન વચ્ચે ટી-20 મેચ રમાશે.
આ મેચમાં શ્રેયસ અય્યર ભારતીય ટીમની કમાન સંભાળશે, જ્યારે ટીમ ઈન્ડિયા પોતાની સામાન્ય કિટમાં મેદાન પર ઉતરશે.
બીજી તરફ, જાપાનમાં ખેલાડીઓના રોકાણને લઈને પણ વ્યવસ્થાનો મુદ્દો સામે આવ્યો છે.
નાગોયામાં પુરુષ ટીમ માટે યોગ્ય આવાસમાં વિલંબ થતાં BCCIએ પોતે જ હોટેલની વ્યવસ્થા કરી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આયોજકો દ્વારા આપવામાં આવેલા રૂમ એટલા નાના હતા કે કિટ બેગ રાખવાની પણ પૂરતી જગ્યા નહોતી.
એટલે હવે સવાલ એ છે કે—
એશિયન ગેમ્સ જેવી મોટી સ્પર્ધા પહેલાં ટીમ ઈન્ડિયાની કિટ અને રહેવાની વ્યવસ્થા માટે છેલ્લી ઘડીએ આટલી દોડધામ કેમ?