Advertisement

દોઢ લાખથી વધુ મુલાકાતીઓના મહેરામણ વચ્ચે ‘જ્ઞાનોત્સવ-2026’નું શાનદાર સમાપન

દોઢ લાખથી વધુ મુલાકાતીઓના મહેરામણ વચ્ચે ‘જ્ઞાનોત્સવ-2026’નું શાનદાર સમાપન

સીવીએમ યુનિવર્સિટીના પાંચ દિવસીય જ્ઞાનયજ્ઞમાંઇસરો-IPRના પ્રદર્શન અનેવિદ્યાર્થીઓના ઈનોવેશનેઆકર્ષણ જમાવ્યું; ૧૭૦૦ કર્મયોગીઓનું સન્માન 


વલ્લભ વિદ્યાનગર: 

ચારુતર વિદ્યામંડળ સંચાલિત CVM યુનિવર્સિટી દ્વારા આયોજિત પાંચ દિવસીય ‘જ્ઞાનોત્સવ-2026’ (જ્ઞાનોત્સવ 4.0) શિક્ષણ અનેઈનોવેશનના એક ભવ્ય મહાકુંભનું સીવીએમ શાસ્ત્રી મેદાન ખાતેઉત્સાહભેર સમાપન કરવામાંઆવ્યું છે. ગત ૪ ફેબ્રુઆરીના રોજ પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના હસ્તેશરૂ થયેલા આ મહોત્સવમાંપાંચ દિવસ દરમિયાન દોઢ લાખથી વધુમુલાકાતીઓ ઉમટી પડ્યા હતા અને૭૫થી વધુશાળાઓએ આ શૈક્ષણિક મેળાની મુલાકાત લીધી હતી.


 રેકોરે ર્ડબ્રેક આયોજન અનેઈનોવેશન:  

આ વર્ષનો જ્ઞાનોત્સવ અત્યાર સુધીનો સૌથી મોટો મહોત્સવ સાબિત થયો છે. જેમાં જે વિદ્યાર્થીઓની સર્જના ર્જ ત્મકતાનેવેગ આપવા ૩૦થી વધુવિવિધ સ્પર્ધાઓ અને ૩૫થી વધુનવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાંઆવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ૧૪૦થી વધુ સાયન્સ પ્રોજેક્જેટ્સ અનેઈનોવેટિવ ટેકનોલોજીના મોડેલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિશેષ રૂપે, આ વર્ષેપ્રથમવાર ઈસરો (ISRO) અનેઇન્ડિયન પ્લાઝમા રેસરે ર્ચ (IPR) જેવી જે વૈશ્વિક સંસ્થાઓએ ભાગ લીધો હતો, જેમાં જે ઈસરોની સ્પેશ વાન આકર્ષણનું કેન્દ્ર રહી હતી. 


૧૭૦૦ વ્યક્તિઓનુંસન્માન અનેસાંસ્કૃતિક સમાપન: 

મહોત્સવના સફળ આયોજન બદલ પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ, માનદ સહમંત્રી મેહુલ પટેલ અનેરજિસ્ટ્રા ર પ્રોફેસર ડૉ. સંદીપ વાલિયા દ્વારા વિવિધ ટીમો, કન્વીનરો, ફેકલ્ટી સભ્યો અને૧૭૦૦ જેટજેલા વિદ્યાર્થી વૉલંટિયર્સનેસર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાંઆવ્યા હતા. અંતિમ દિવસેવિદ્યાર્થીઓ અનેઅધ્યાપકોએ ગરબાના તાલેઝૂમીને આ ઉત્સવનેવિદાય આપી હતી, જેમાં જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર્સની હાજરીએ વિશેષ આકર્ષણ જમાવ્યુંહતું. 

Advertisement