Advertisement

દિલ્હીમાં ભાજપ મુખ્યાલયે વિજય ઉજવણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ટોચના નેતાઓ હાજર

દિલ્હીમાં ભાજપ મુખ્યાલયે વિજય ઉજવણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ટોચના નેતાઓ હાજર

નવી દિલ્હી ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મુખ્યાલયે આજે ભવ્ય વિજય ઉજવણીનું દ્રશ્ય જોવા મળ્યું હતું. બંગાળ અને આસામમાં ભાજપના શાનદાર પ્રદર્શન બાદ પાર્ટી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં કાર્યકરો મુખ્યાલય ખાતે એકત્રિત થઈ ઉજવણી કરી રહ્યા છે.


આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યાલય પર પહોંચ્યા હતા, જ્યાં તેઓ ટૂંક સમયમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. તેમની સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સહિત ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.


પાર્ટીના આ પ્રદર્શનને લઈ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે અને વિજયને લઈને ઉત્સાહપૂર્વક નારા લગાવવામાં આવી રહ્યા છે. ભાજપના નેતાઓએ આ જીતને કાર્યકરોની મહેનત અને જનસમર્થનનું પરિણામ ગણાવ્યું છે.

Advertisement