બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર 2’એ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી દીધો છે. ફિલ્મે પહેલા જ દિવસે વર્લ્ડવાઈડ 200 કરોડથી વધુ કમાણી કરીને તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને હિન્દી સિનેમાને નવી ઊંચાઈ પર પહોંચાડી છે. ભારતમાં જ ફિલ્મે 120 કરોડનું ગ્રોસ અને અંદાજે 102 કરોડનું નેટ કલેક્શન કર્યું છે, જ્યારે વિદેશમાં પણ 48 કરોડની કમાણી સાથે ફિલ્મનો જાદુ છવાયો છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ‘જવાન’ જેવી મોટી ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને ‘પુષ્પા 2’, ‘RRR’ તથા ‘બાહુબલી 2’ જેવી સુપરહિટ ફિલ્મોની લીગમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ટ્રેડ એક્સપર્ટ્સ પણ આ આંકડા જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે, કારણ કે બોલિવૂડમાં આવી ઓપનિંગ પહેલી વાર જોવા મળી છે.
‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો! એક જ દિવસે 200 કરોડ કમાઈ ઇતિહાસ રચ્યો