કરમસદ-આણંદ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જાય છે ત્યારે વોર્ડ નં. ૧૨માં ભાજપના ઉમેદવારો દ્વારા ઢોલ-નગારાના નાદ સાથે ભવ્ય ડોર-ટુ-ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ઉમેદવારો અને કાર્યકરો ઉત્સાહભેર વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને મતદારો સાથે સીધી મુલાકાત કરી રહ્યા છે અને પક્ષની નીતિઓ તથા વિકાસકાર્યો અંગે માહિતી આપી સમર્થન માગી રહ્યા છે.
આ પ્રચાર અભિયાન દરમિયાન સ્થાનિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહિલાઓ, યુવાનો અને વડીલો સૌએ ઉમેદવારોનું સ્વાગત કરી તેમને જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપના કાર્યકરો દ્વારા "ફરી એકવાર ભાજપ સરકાર"ના નારા સાથે સમગ્ર વિસ્તારમાં માહોલ ભાજપમય બની ગયો છે. ઉમેદવારો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે વોર્ડ નં. ૧૨માં જનતા તેમના કાર્ય અને વિકાસના આધારે તેમને બહુમતીથી વિજયી બનાવશે.