CVM યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીની માધુબેન એન્ડ ભાનુભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MBIT) ખાતે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ દ્વારા “IoT and Artificial Intelligence: Interdisciplinary Approaches for Smart Systems” વિષય પર એક સપ્તાહીય રાષ્ટ્રીય સ્તરનું ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) યોજાયું હતું. આ કાર્યક્રમને ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયર્સ (ઇન્ડિયા), વલ્લભ વિદ્યાનગર લોકલ સેન્ટર દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યું હતું અને Atreyo Research & Development LLP ટેકનિકલ પાર્ટનર તરીકે જોડાયેલ હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ અધ્યાપકોને આધુનિક ટેક્નોલોજી વિષયક જ્ઞાન અને કુશળતા વધારવાનો હતો.
આ પાંચ દિવસીય કાર્યક્રમ દરમિયાન વિવિધ નિષ્ણાતો દ્વારા વ્યાખ્યાનો, હેન્ડ્સ-ઓન સત્રો અને ચર્ચાઓ યોજાઈ હતી. ઉદ્ઘાટન સમારંભમાં CVMUના પ્રોવોસ્ટ ડૉ. ઇંદ્રજીત પટેલ સહિત અન્ય મહાનુભાવોએ હાજરી આપી નવી ટેક્નોલોજી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ ડૉ. મૌલિકા પટેલના માર્ગદર્શન હેઠળ IT વિભાગના હેડ જાગૃતિ પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.