બોરસદમાં કાસનો પાડો તૂટ્યો અને ખેડૂતોની મહેનત પાણીમાં ગરકાવ થઈ ગઈ! 🌊🌾
બોરસદના બોચાસણ-ગોરેલ સીમ વિસ્તારમાં કાસનો પાડો તૂટતાં ખેતરોમાં અચાનક પાણી ફરી વળ્યું છે. પાણીનો પ્રવાહ ખેતરોમાં ઘૂસી જતાં આશરે 100 વીઘા જેટલી જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ હોવાની માહિતી છે.
ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી છે.
ખાસ કરીને ડાંગર, મરચી, તમાકુના ધરુ અને પશુચારા સહિતના પાકને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે.
એક તરફ ખેડૂતો મહેનત કરીને પાક તૈયાર કરી રહ્યા હતા...
અને બીજી તરફ કાસનો પાડો તૂટતાં ખેડૂતોની મહિનાઓની મહેનત પાણીમાં વહી જવાની સ્થિતિ સર્જાઈ છે.
ઘટનાની જાણ થતાં જ મામલતદાર, TDO અને નહેર વિભાગના અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીઓએ સ્થળ પર પહોંચીને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
હવે અસરગ્રસ્ત ખેડૂતોની મુખ્ય માંગ છે કે ખેતરોમાં થયેલા પાકના નુકસાનનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને નુકસાનના આધારે યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
ખેડૂતો માટે આ માત્ર ખેતરમાં ભરાયેલું પાણી નથી...
આ તેમની આખા વર્ષની મહેનત અને આવક પર પડેલો મોટો ફટકો છે.
હવે જોવાનું એ રહેશે કે તંત્રના સર્વે બાદ ખેડૂતોને કેટલું વળતર મળે છે અને કાસના પાડાના તૂટવાના કારણ અંગે શું કાર્યવાહી થાય છે.