સરકારી કચેરીમાં ‘એજન્ટગિરી’ કરવી ભારે પડી!
બોરસદ તાલુકા સેવાસદન ખાતે અનધિકૃત રીતે ટાઉટ તરીકે ફરતા એક વ્યક્તિ સામે બોરસદ શહેર પોલીસે કાર્યવાહી કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, સોજીત્રા તાલુકાના દેવા વાંટા ગામના અનિરુદ્ધસિંહ મયુરસિંહ મહિડા સામે સેવાસદન ખાતે અનધિકૃત રીતે ટાઉટ તરીકે ફરવાના મામલે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.
નાગરિકો સરકારી કામ માટે કચેરીએ આવે ત્યારે તેમની વચ્ચે કોઈ અનધિકૃત મધ્યસ્થી કે એજન્ટની દખલગીરી ન થાય અને અરજદારોને સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે પોલીસે કાર્યવાહી કરી છે.
આ મામલે બોરસદ શહેર પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હવે સવાલ એ છે કે સરકારી કચેરીઓમાં આવી રીતે અનધિકૃત ટાઉટગિરી કરતા લોકો સામે પોલીસની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે કે નહીં?