બોરીયાવીમાં પાણી માટે મહિલાઓનો હલ્લાબોલ!

બોરીયાવીમાં પાણી માટે મહિલાઓનો હલ્લાબોલ!

બોરીયાવીમાં પાણી માટે મહિલાઓનો હલ્લાબોલ!

પાણીની સમસ્યાથી કંટાળેલી મહિલાઓએ નગરપાલિકા કચેરીએ પહોંચી ચીફ ઓફિસરની ઓફિસનો ઘેરાવો કર્યો.


બોરીયાવી નગરપાલિકા વિસ્તારમાં આવેલા મોળ ફળિયામાં પાણીની મુખ્ય પાઇપલાઇન લીકેજ થતાં છેલ્લા કેટલાક દિવસોથી પાણી પુરવઠો ખોરવાયો હતો. એટલું જ નહીં, વિસ્તારમાં દૂષિત પાણી આવવાની ફરિયાદો પણ સામે આવી હતી.


પાણી નહીં મળતા 100થી વધુ પરિવારોને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો. બીજી તરફ ગંદા પાણીના ઉપયોગથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સ્થાનિકોમાં જોવા મળી રહી હતી.


વારંવાર રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે મહિલાઓનો રોષ ફાટી નીકળ્યો અને મહિલાઓ નગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત સાથે હલ્લાબોલ કર્યો.


સ્થાનિકોનો સવાલ હતો કે ટેક્સ ભરવા છતાં જો મૂળભૂત પાણીની સુવિધા માટે પણ રઝળવું પડે તો જવાબદાર કોણ?


મહિલાઓના વિરોધ બાદ બોરીયાવી નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમબેન તાત્કાલિક એક્શનમાં આવ્યા. તેમણે પાઇપલાઇનની મરામતની કામગીરી તાત્કાલિક શરૂ કરવાના આદેશ આપ્યા હતા.


ત્યારબાદ ટીમ દ્વારા વાલ્વ બદલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી, અને ટૂંક સમયમાં વિસ્તારમાં ફરી શુદ્ધ પાણીનો પુરવઠો શરૂ કરવાની ખાતરી આપવામાં આવી.


તંત્રની ખાતરી બાદ મહિલાઓનો વિરોધ શાંત થયો, પરંતુ હવે જોવાનું એ રહેશે કે મોળ ફળિયાના લોકોને ખરેખર ક્યારે નિયમિત અને શુદ્ધ પાણી મળે છે.