Advertisement

બોર્ડ પરીક્ષા વચ્ચે આણંદ જિલ્લામાં 54 વિદ્યાર્થી રહ્યા ગેરહાજર

બોર્ડ પરીક્ષા વચ્ચે આણંદ જિલ્લામાં 54 વિદ્યાર્થી રહ્યા ગેરહાજર

આણંદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ લેવામાં આવતી ધોરણ-૧૦ (SSC) અને ધો. ૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓ આણંદ જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. 


જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, આણંદની કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે યોજાયેલ પરીક્ષામાં ધોરણ 12 માં

નોંધાયેલા કુલ 7374 વિદ્યાર્થીઓ પૈકી 7320 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં સામાન્ય પ્રવાહ એસ.પી.સી.સી. વિષયમાં ૪૬, વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી  અને સંસ્કૃત  વિષયમાં 08 વિદ્યાર્થીઓ મળીને કુલ 54 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. 

આણંદ જિલ્લામાં આજ સુધીમાં બોર્ડની પરીક્ષા દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી, તેમ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે.

Advertisement