Advertisement

બજેટ રિએક્શન શોકિંગ: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ લાલ

બજેટ રિએક્શન શોકિંગ: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ લાલ

 બજેટ દરમિયાન આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ લખાઇ રહ્યું છે ત્યા સુધીમાં સેન્સેક્સ 2300 પોઈન્ટ ઘટીને 80,685 પર અને નિફ્ટી લગભગ 590 પોઈન્ટ ઘટીને 24,828 ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 11માં તેજી અને 19માં ઘટાડો જોવા મળી રહ્યો છે. SBI, BEL અને ટાઇટન ના શેરમાં સૌથી વધુ 3% સુધીનો ઘટાડો નોંધાયો છે. 


અચાનક કડાકો


અગાઉ સવારે 11 વાગ્યાની આસપાસ, સેન્સેક્સમાં તેના નીચલા સ્તર 80,685 થી લગભગ 2300 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી. નિફ્ટી પણ તેના દિવસના નીચલા સ્તર 25,236 થી 150 પોઈન્ટ રિકવર થયો હતો. ઉલ્લેખનીય છે કે, સવારે 9:15 વાગ્યે સેન્સેક્સ 100 પોઈન્ટના ઘટાડા સાથે 82,156 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટીને 25,275 ના સ્તરે ઓપન થયો હતો.

સરકારી બેંક (PSU Banks): સૌથી વધુ 3.5% નો ઘટાડો.


મેટલ અને મીડિયા: 2% સુધીનો ઘટાડો.


અન્ય ક્ષેત્રો: FMCG, IT, ફાર્મા, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને રિયલ્ટી સેક્ટરમાં પણ નરમાઈ જોવા મળી રહી છે.


તેજી: માત્ર ઓટો અને પ્રાઇવેટ બેંક સેક્ટરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.


નિષ્ણાતોનો મત: બજેટ રજૂ થાય ત્યાં સુધી વધ-ઘટ રહેશે


માર્કેટ એનાલિટિસ્ટ્સનું કહેવું છે કે, જ્યાં સુધી બજેટ સંપૂર્ણ રીતે રજૂ ન થઈ જાય ત્યાં સુધી બજારમાં આવો જ ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. પ્રોફિટ બુકિંગને કારણે વચ્ચે-વચ્ચે ઘટાડો આવી શકે છે, પરંતુ દરેક ઘટાડો ખરીદીની તકો પણ ઉભી થઈ રહી છે. રોકાણકારોની નજર હવે સંપૂર્ણપણે સરકારના નીતિવિષયક નિર્ણયો (Policy Decisions) પર ટકેલી છે.

Advertisement