ભજનના તાલે Gen-Zનો ધમાલ! 🎶🔥 PM મોદી પણ જોડાયા ‘ભજન ક્લબિંગ’માં…

ભજનના તાલે Gen-Zનો ધમાલ! 🎶🔥 PM મોદી પણ જોડાયા ‘ભજન ક્લબિંગ’માં…

ભજન… અને ક્લબિંગ!

નામ સાંભળીને નવાઈ લાગે, પરંતુ આજની Gen-Z પેઢી ભક્તિને એક નવા અંદાજમાં જીવી રહી છે!

દિલ્હીમાં કંઈક આવું જ જોવા મળ્યું, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ભજન ક્લબિંગ’ કાર્યક્રમમાં પહોંચ્યા.

પંડિત દિનદયાલ ઉપાધ્યાયની 110મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં PM મોદી ખંજરી વગાડતા અને ગુજરાતી-હિન્દી ભજનો સાથે સૂર પૂરાવતા જોવા મળ્યા.

તો સવાલ એ છે કે…

આ ‘ભજન ક્લબિંગ’ આખરે છે શું?

ભજન ક્લબિંગ એટલે પરંપરાગત ભજન અને કીર્તનને કૉન્સર્ટ જેવી આધુનિક વાઇબ, મ્યુઝિક અને લાઇટિંગ સાથે રજૂ કરવાની નવી રીત.

અહીં ‘ક્લબિંગ’ છે, પરંતુ દારૂ કે નશા વગર!

યુવાનો અહીં માત્ર ભજન સાંભળતા નથી…

ગાય છે, તાળીઓ પાડે છે, ઝૂમે છે અને સામૂહિક રીતે કીર્તનનો આનંદ માણે છે.

કેટલાક કાર્યક્રમોમાં પરંપરાગત ભજનોને ગિટાર, આધુનિક બીટ્સ અને મ્યુઝિક પ્રોડક્શન સાથે રજૂ કરવામાં આવે છે.

અર્થાત્… આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સંગમ!

PM મોદીએ જુલાઈમાં ઓસ્ટ્રેલિયાના મેલબર્ન પ્રવાસ દરમિયાન પણ આ ટ્રેન્ડનો ઉલ્લેખ કર્યો હતો.

આ ઉપરાંત જાન્યુઆરી 2026ની ‘મન કી બાત’માં પણ તેમણે ભજન ક્લબિંગની ચર્ચા કરી હતી.

અને હવે વાત કરીએ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની.

25 સપ્ટેમ્બર 1916ના રોજ જન્મેલા દિનદયાલ ઉપાધ્યાય ભારતીય જનસંઘના મહત્વના નેતા અને ‘એકાત્મ માનવવાદ’ના વિચારક હતા.

તેઓ ડિસેમ્બર 1967માં જનસંઘના અધ્યક્ષ બન્યા હતા.

તેમણે ‘રાષ્ટ્રધર્મ’, ‘પાંચજન્ય’ અને ‘સ્વદેશ’ જેવા પ્રકાશનો સાથે પણ કામ કર્યું હતું.

11 ફેબ્રુઆરી 1968ના રોજ રહસ્યમય સંજોગોમાં તેમનું નિધન થયું હતું અને તેમનો મૃતદેહ મુઘલસરાય જંકશન નજીકથી મળ્યો હતો. આ જ સ્ટેશનનું નામ બાદમાં દિનદયાલ ઉપાધ્યાય જંકશન કરવામાં આવ્યું.

એક તરફ દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ… અને બીજી તરફ Gen-Zના અંદાજમાં ભક્તિ!

એટલે હવે ભજન માત્ર સાંભળવાનું નથી…

ભજનને ‘ફીલ’ કરવાનો યુવાનોનો નવો અંદાજ છે — ભજન ક્લબિંગ!